વાત ભલે જ્યાં એક છે, મળશે પ્રત્યાઘાતો એના અનેક
કોઈ મૌન થઈને બેસે, કોઈ અંતરમાં સંઘરે, કોઈ કહીને હળવા બને
કોઈ એમાં તો સાર જુએ, કોઈ અપમાન એને તો ગણે
કોઈ દિશાનું એને સૂચન સમજે, કોઈ એને ભરમાવ મારું કહે
કોઈ હૈયેથી રાજી થાશે, કોઈ હૈયામાં તો જલી જાશે
કોઈ એને પોતાની જાણે, કોઈ પારકી ગણી ફેંકી દેશે
કોઈ એમાં સમજણ શીખે, કોઈ નકામી જાણી અવગણના કરે
કોઈ એને સુખનો સંદેશ કહે, કોઈ એને દુઃખનો આધાર ગણે
કોઈ એને હૈયે લગાવે, કોઈ એને તરછોડી નાખશે
કોઈ એને તો રાહત ગણે, કોઈ એમાં તો અકળાઈ ઊઠે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)