કર્યા જીવનમાં રે તેં ઘણા કાળાધોળા, કાળા ગયા ને ધોળા આવ્યા
હવે છોડી એ કાળા ધોળા, જોડી દે ચિત્ત તારું, લઈ લે નામ હવે તું રાધેશ્યામનું
જીવનમાં લીધા કંઈક ઉપાડા તેં એમાં, કીધા દૂર ઘણાને તેં તો એમાં
કર્યા વિચાર જીવનમાં તો તેં એ કરતા, દુભાવ્યા દિલ તેં કંઈક તો એમાં
કર્યા જીવનમાં કંઈક કાળાધોળા, બનાવ્યા કંઈકને દયાપાત્ર, બન્યો દયાપાત્ર તું એમાં
કરી કરી કાળાધોળા, પામ્યો ના શાંતિ તું એમાં, રહેવા ના દીધા અન્યને શાંતિમાં
કરી કરી આવું જીવનમાં, મેળવ્યું શું તેં જીવનમાં, રહ્યું શું એમાં તારા હાથમાં
કરી કરી કાળાધોળા, છીનવ્યું ઘણું તેં અન્ય પાસે, ઘણું ગુમાવ્યું તેં એ મેળવવામાં,
ધકેલતાં ને ધકેલતાં અન્યને, પડી ગયો તું કાળા અંધારામાં, હવે તો ઊગરવા તો એમાં
છોડી હવે તું અન્ય ધામ ઠેકાણાં, કરી લે યાદ તારા સાચા મુકામો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)