રહેશો ભલે તમે મારી નજરોથી દૂરને દૂર, રહો મારા હૈયાંમાંથી તમે તો દૂર, તમને ખરા હું જાણું
રહ્યાં ભલે મારા કૃત્યો તમારી નજરમાં, આવ્યા ના ભલે તમે અમારી નજરમાં
જોઈતી નથી છાપ મને તારી કે જગની, લાગી ગઈ છે છાપ તારી જ્યાં હૈયાંમાં
એ છાપને ભૂસી શકો જો હૈયાંમાંથી મારા, ખરા તમને તો હું તો જાણું
રહું છું ને રહ્યો છું સદા વિચારોમાં તમારા, થાક્યો નથી હું તો એમાં, થકવો મને એમાં ખરા
પ્રેમ તરસ્યું છે હૈયું મારું, છો પ્રેમના સાગર તમે જ્યાં, પેહોંચવા ના દો પ્રેમની ધારા હૈયાંમાં મારા
રહ્યાં આપણે ભલે જુદાને જુદા, રહેશું ના જુદા થવા, ના દેશો એક મને તમારી સાથે
ના રાહ જોઈ અમે તમારી, રાહ જોઈ તમે અમારી, રાહ હવે વધુ જોવરાવો જો તમે
ભલે ડૂબ્યા ના તમે કે ભલે ડૂબ્યા ના અમે પ્રેમમાં, તમને ડુબાડયા વિના રહીશું ના તમે ભી ડૂબો
રાખ્યા કે રહ્યાં દ્વાર પ્રવેશવા બંધ અમારા, રાખી શકો દ્વાર બંધ જો હવે તો તમે
છીએ અમે તમારી શક્તિના પૂજક, છો તમે અમારી ભક્તિના પૂજક, મેળ ખાવા ના દેશે આપણો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)