Hymn No. 2083 | Date: 05-Nov-1989
|
|
Text Size |
 |
 |
છે જે સદાયે પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે
Che Jeh Sadaa Paase Ne Paase, Dur Aaj Eh Kem Dekhay Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-11-05
1989-11-05
1989-11-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14572
છે જે સદાયે પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે
છે જે સદાયે પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે આવી ગયું આવરણ એવું કેવું, પાસેથી દૂર એ તો જાય છે કરશો વિચાર સાચો આ મનમાં, રહસ્ય એનું ખૂલી જાય છે છે સાથે ને સાથે તો આત્મા, તનમાં એ તો સમાય છે આવે છે આત્મા તો સાથે, તન અહીંનું અહીં રહી જાય છે - કરશો... તનની અંદર મન તો રહે, મનમાં તો વિચાર થાય છે તન તો અહીંનું અહીં રહે, વિચાર મનને બહાર લઈ જાય છે - કરશો... માપી છે ગતિ માનવે અવાજની, ગતિ પ્રકાશની ભી મપાય છે મન તો રહે છે સાથે ને સાથે, ગતિ નવ એની મપાય છે - કરશો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che je sadaaye paase ne pase, dur aaj e kem dekhaay che
aavi gayu avarana evu kevum, pasethi dur e to jaay che
karsho vichaar saacho a manamam, rahasya enu khuli jaay che
che saathe ne saathe to atma, tanamam e to samay
chaya aatma to sathe, tana ahinu ahi rahi jaay che - karsho ...
tanani andara mann to rahe, mann maa to vichaar thaay che
tana to ahinu ahi rahe, vichaar mann ne bahaar lai jaay che - karsho ...
mapi che gati manave avajani, gati prakashani bhi mapaya che
mann to rahe che saathe ne sathe, gati nav eni mapaya che - karsho ...
|