Hymn No. 2085 | Date: 06-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-06
1989-11-06
1989-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14574
મુખડું મારું રે `મા'નાં નયનોમાં જ્યાં મને દેખાયું
મુખડું મારું રે `મા'નાં નયનોમાં જ્યાં મને દેખાયું સમજાઈ ગયું કે `મા'ના હૈયામાં રે સ્થાન મળી ગયું હૈયાના આવેગોનું રે, શમન તો જ્યાં થઈ ગયું - સમજાઈ... વેર ને ક્રોધનું રે, હૈયામાંથી રે વમન જ્યાં અટકી ગયું - સમજાઈ... પ્રેમ ને ભક્તિની રે, શીતળતાથી રે મન જ્યાં ભરાઈ ગયું - સમજાઈ... ઊછળતાં વૃત્તિનાં મોજાં રે, હૈયામાં એ સમાઈ ગયું - સમજાઈ... આશાભર્યું હૈયું મારું રે, ધીરે ધીરે `મા'નું બનતું ગયું - સમજાઈ... નામ અને નામીના ભેદ રે, હૈયેથી બધું ભુલાતું ગયું - સમજાઈ... ધીરે ધીરે રે સામ્રાજ્ય શાંતિનું, હૈયે સ્થપાઈ ગયું - સમજાઈ ... આનંદસાગરમાં રે, હૈયું મારું તો તરબોળ બનતું ગયું - સમજાઈ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mukhadu maaru re `ma'nam nayano maa jya mane dekhayum samajai
gayu ke` ma'na haiya maa re sthana mali gayu
haiya na avegonum re, shamana to jya thai gayu - samajai ...
ver ne krodhanum re, haiyamanthi re vaman jyamaj ...
prem ne bhaktini re, shitalatathi re mann jya bharai gayu - samajai ...
uchhalatam vrittinam mojam re, haiya maa e samai gayu - samajai ...
ashabharyum haiyu maaru re, dhire dhire `ma'num banatum gayu - samajai .. .
naam ane namina bhed re, haiyethi badhu bhulatum gayu - samajai ...
dhire dhire re sanrajya shantinum, haiye sthapai gayu - samajai ...
anandasagaramam re, haiyu maaru to tarabola banatum gayu - samajai ...
|
|