છુપાયો છે પરમાત્મા તો, જગના અણુએ અણુમાં ને કણ-કણમાં
છુપાયું છે મીઠું તો જેમ, સાગરના બુંદેબુંદમાં
દેખાઈ આવે સદા શક્તિ તો એની, આ જગના તો સંચાલનમાં
કદી દેખાયે નિયમમાં, કદી નિયમો બહારમાં, બને મુશ્કેલ એને સમજવા
સાકાર આ સૃષ્ટિમાં રહ્યો નિરાકાર, દે દર્શન કદી એ તો સાકારમાં
નરરૂપે ભી રહી, નારીરૂપે ભી રહી, રહે વ્યાપી એ તો આ જગમાં
વિશાળ હૈયું છે જ્યાં એનું, ગૂંગળાઈ જાય એ તો સંકુચિતતામાં
ના જલદી એ તો સમજાયે, છે વિસ્તર્યો એ તો વિવિધતામાં
અંધારામાં ભી છે એ તો વસ્યો, ઝળકે સદા એ તો તેજમાં
મોહમાં સદા સહુને તો નાખી, રહ્યો બંધાઈ સદા એ પ્યારમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)