Hymn No. 2112 | Date: 25-Nov-1989
|
|
Text Size |
 |
 |
થઈ એકચિત્ત જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન પ્રાર્થનામાં લીન તું બન, પ્રાર્થનામાં લીન તું બન ભૂલી તન, પ્રભુમાં જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન (2) છોડી અહં કરજે તું કરમ, પ્રાર્થનામાં લીન તું બન (2) ત્યજી શંકા, ભરી હૈયે વિશ્વાસ, પ્રાર્થનામાં લીન તું બન (2) ભાંગી ભરમ, ધારી ધરમ, પ્રાર્થનામાં લીન તું બન (2) છોડી દઈ ચિંતા, છોડીને માયા, પ્રાર્થનામાં લીન તું બન (2) છોડીને બુદ્ધિ, ત્યજીને વિકારો, પ્રાર્થનામાં લીન તું બન (2) નાશવંત તનમહીં, બેસી શાશ્વત સામે, પ્રાર્થનામાં લીન તું બન (2) છોડી બધી દ્વિધા, થઈ એકાગ્ર, પ્રાર્થનામાં લીન તું બન (2) ભૂલી જા તું ખુદને, જો તું પ્રભુને, પ્રાર્થનામાં લીન તું બન (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|