જે ચિંતા કરે છે તારી, એ તો ચિંતા કરે છે બધાની
જે રક્ષા કરે છે તારી, એ તો રક્ષા કરે છે બધાની
કરે છે જ્યાં એ તો ચિંતા સહુની, છોડી દે ઉપાધિ તું ચિંતાની
છે પ્રાણની દાતા એ તો તારી, છે પ્રાણની દાતા એ તો બધાની
છે પાલનકર્તા એ તો તારી, છે પાલનકર્તા એ તો બધાની
ભરતો રહ્યો છે એ તો ઝોળી તારી, ભરતો રહ્યો છે ઝોળી એ બધાની
રહે છે પાસે એ તો તારી, રહે છે પાસે એ તો બધાની
ધ્યાનમાં છે વાત બધી તારી, રહે ધ્યાનમાં વાત બધાની
છે જગજનની એ તો તારી, છે જગજનની એ તો બધાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)