માયાના કાદવમહીં ને વિકારોના કચરામહીં તો તું ડૂબ્યો છે
કમળ સમ અલિપ્ત રહી, તારે તો બહાર એમાંથી નીકળવાનું છે
કમળ સમ કાદવમાં બંધ રહી, આવી ઉપર સદા ખીલવાનું છે
હૈયે ગુણ આવા ગ્રહી રહે, એવા હૈયે લક્ષ્મી આસન લેશે ગ્રહી
કાદવ-કચરામાંથી પણ સત્ત્વ ગ્રહી, દુર્ગંધ ત્યજી, સુગંધ ફેલાવવાની છે
અંધકાર હૈયાના ત્યજી, દિનના પ્રકાશમાં, મુક્ત ખીલવાનું તો છે
જળ ને કાદવમાં જગી, અલિપ્ત બની, જગમાં તો ખીલવાનું છે
હૈયે આવા ગુણ જે ગ્રહણ કરે, શિવમસ્તકે સ્થાન એને મળવાનું છે
વિષ્ણુએ શંખ, ચક્ર, પદ્મ, ગદા ધારણ કરી, જગને બતાવ્યું છે
શિવે મસ્તકે એને ગ્રહણ કરી, જગને તો સમજાવ્યું છે
લક્ષ્મીએ આસન એના પર ગ્રહણ કરી, મહિમા એની વધારી છે
સંસારના વ્યવહારમાં, અલિપ્તતાનું શસ્ત્ર સદા ધારણ કરવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)