ડંખ તો લાગે જીવનમાં કદી ન કદી એવા, ડંખ એ ખૂબ ડંખી જાય
ચાહો રાખવા છૂપા એને, વેદના એની તો બહુ કહી જાય
કોઈ ડંખ લાગે કામનો, વેદના વિરહની એ તો ઊભી કરી જાય
કોઈ ડંખ લાગે શબ્દનો એવો, રૂવે-રૂવે અગ્નિ વ્યાપી જાય
ડંખ લાગે જ્યાં હારનો, જીવન ખારું-ખારું એ તો કરી જાય
વેરના ડંખ જ્યાં હૈયે લાગે, જીવન અકારું ત્યાં તો બની જાય
ડંખ ઈર્ષ્યાનો છે રે અનોખો, અન્યને બાળી એ ખુદને બાળી જાય
ક્રોધનો ડંખ તો છે રે એવો, ના ખુદ જીરવી શકે, ના અન્યથી જીરવાય
ડંખ લાગે અહં ને અભિમાનનો, ભાર નીચે એના એ તો દાબી જાય
પ્રભુ પ્રેમનો ડંખ છે અનોખો, જીવન એ તો બદલી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)