પ્રભુથી સદા તું ડરજે, જીવનમાં ના અન્યથી તો તું ડરજે
ધરમ મારગે સદા જો તું રહેશે ચાલતો, પ્રભુથી પણ ના ડરજે
કર્યું હશે જીવનમાં જો તેં ખોટું, આત્મા ને પ્રભુ તો સાક્ષી છે
ફોસલાવીશ તારી જાતને ક્યાં સુધી, નજર બહાર પ્રભુની રહેતું નથી
કરે છે વિશ્વાસઘાત અન્યનો, ભૂલે છે એમાં ભી વસે છે
લૂંટશે જ્યાં તું અન્યને, પ્રભુ ભી ત્યાં તો લૂંટાઈ જાશે
છુપાવીશ કર્મો તારાં અન્યથી, હાજરી છે પ્રભુની, ના વીસરી જાજે
સમજ જગ તું તો હવે, સહન પ્રભુ ક્યાં સુધી કરી રે લેશે
ધાર્યું નથી થાતું બધું રે તારું, થાય છે ધાર્યું ત્યારે ભી અન્યનું
અન્યની જીતમાં ભી, જીત પ્રભુની સદા તું સમજી જાજે
તારી નજરમાંથી ભલે એ છટક્યા, અન્યની નજરમાં એ આવી જાશે
કરજે કદી તું કોશિશ, એક દિન તારી નજરમાં ભી સમાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)