Hymn No. 2129 | Date: 06-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-06
1989-12-06
1989-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14618
સુખ તો જગમાં સહુએ માગ્યું, દુઃખ તો કોઈએ ચાહ્યું નથી
સુખ તો જગમાં સહુએ માગ્યું, દુઃખ તો કોઈએ ચાહ્યું નથી વણનોતર્યું આવે એ તો જીવનમાં, કોઈએ એને આવકાર્યું નથી અણગમતો મહેમાન ગણાયો ભલે, આવ્યા વિના એ રહેતું નથી અનુભવ સાચો એ દઈ જાયે, તોય સત્કારવા કોઈ તૈયાર નથી બોલાવો ના બોલાવો એને, દેખા દેવા એ અચકાતું નથી અનુકૂળ વાતાવરણ તો દેખી, આવ્યા વિના એ રહેતું નથી કદી ઝાઝું, કદી થોડું, પળ બે પળનો તો એ મહેમાન નથી છે એ જીવનની વાસ્તવિકતા, એના વિના જીવન પૂરું નથી હસતા સ્વીકારો, રડતા સ્વીકારો, આવ્યા વિના એ રહેતું નથી છે સમજણ તો જેમાં, હસતા આવકાર્યા વિના એ રહેતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh to jag maa sahue magyum, dukh to koie chahyum nathi
vananotaryum aave e to jivanamam, koie ene avakaryum nathi
anagamato mahemana ganayo bhale, aavya veena e rahetu nathi
anubhava. na saacho e dai en jayava de, toya devi bolkoa bolki anubhava, bolki e dai satava nathi tavy, bolki e satave nathi nathi tavo
, achakatum nathi
anukula vatavarana to dekhi, aavya veena e rahetu nathi
kadi jajum, kadi thodum, pal be pal no to e mahemana nathi
che e jivanani vastavikata, ena veena jivan puru nathi
hasta svikaro, radata nathi hasta svikaro, radata nathi toi rahetum,
jemina toi rahya , hasta avakarya veena e raheta nathi
|