Hymn No. 2135 | Date: 08-Dec-1989
|
|
Text Size |
 |
 |
ના ફેરવી શકું મારી આંગળી રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી
Na Fervi Shaku Maro Aangdi Re Maadi, Jyaa Tu Nathi, Tu Nathi, Tu Nathi
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
ના ફેરવી શકું મારી આંગળી રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના જોઈ શકું સ્થાન જગમાં કોઈ ખાલી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના બંધ કરી શકું આંખ તો મારી રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના પગ લઈ જઈ શકે મને રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના વિચારો મારા પહોંચી શકે રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના સીમા બાંધી શકું એવી રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના કાળનો પ્રવાહ વહી શકે રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના બુદ્ધિ મારી પહોંચી શકે રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના કાંઈ છે જગમાં એવું રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી ના એવા કોઈ ભાવ છે જગમાં રે માડી, જ્યાં તું નથી, તું નથી, તું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|