સંજોગોની કર્તા છે જ્યાં તું, કરવા દૂર એને, છે શક્તિશાળી તું
રે માડી, ચિંતા એથી એની હું શાને કરું
અશક્ત રહ્યો જીવનમાં ભલે રે હું, છે જ્યાં શક્તિશાળી માડી રે તું - રે...
અજ્ઞાની રહ્યો જીવનમાં ભલે રે હું, છે જ્ઞાનની દાતા રે જ્યાં તું - રે...
ભલે રહ્યો શત્રુઓથી ઘેરાયેલો હું, છે રક્ષણકર્તા રે જ્યાં તું - રે...
રહ્યો ભલે જીવનમાં ખાલી રે હું, છે ભંડારોની ભંડારી રે તું - રે...
ભલે રહ્યો ભાગ્યહીન રે હું, છે ભાગ્યની લખનાર રે જ્યાં તું - રે...
રહ્યો ભલે અંધકારે અટવાતો હું, છે પ્રકાશનો પુંજ જ્યાં તો તું - રે...
રહ્યો ભલે બંધનોથી બંધાયેલો હું, છે મુક્તિની દાતા જ્યાં તો તું - રે...
કપરા સંજોગોમાં ઘેરાયેલો છું હું, સાથ દેનાર છે જ્યાં એમાં તું - રે...
કર્મો કરાવે મારી પાસે તો તું, છે ફળની દાતા જ્યાં એની તું - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)