ભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડ
જનમોજનમની પડી છે ગાંઠો, આજ એને તું છોડ
આવ્યો છે જ્યાં, તું રે જગમાં, ગાંઠો આમ બધી છોડ
મળ્યો છે માનવદેહ તને જ્યાં, ભવનાં બંધન તોડ
મળ્યાં છે ચિત્ત-મન-બુદ્ધિ તને, કરી ઉપયોગ ગાંઠો છોડ
ધીરે-ધીરે મક્કમતાથી, આજ ગાંઠોનું ગંઠન છોડ
છોડતા ને તોડતા ગાંઠો કર્મોની, મનને પ્રભુમાં જોડ
પડે ના જોજે રે નવી ગાંઠો, ગાંઠો ધીરે-ધીરે તોડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)