પળેપળની સમજાયે જ્યાં કિંમત, છટકે હાથથી પળ હજાર
રુએ અંતર ત્યારે તો ચોધાર (2)
વેદના દુઃખની જાયે અંતર હલાવી, હો તમે ત્યારે જો લાચાર - રુએ...
હાથનાં કર્યાં જ્યાં હૈયે વાગે, કહી ન શકાયે એ તો બહાર - રુએ...
કર્યું હોય અપમાન જેનું, પડે ધરવો હાથ, એની પાસે બની લાચાર - રુએ...
સશક્તમાંથી બનીએ અશક્ત, પડે રાખવો જ્યાં અન્ય પર આધાર - રુએ...
જાણ્યે-અજાણ્યે થાયે કે કરીએ અપમાન, થાયે ના સહન લગાર - રુએ...
વીતી જિંદગી લાભ-લોભમાં, કર્યો ન ત્યારે પ્રભુનો કદી વિચાર - રુએ...
વળવું છે જ્યાં પ્રભુ ભણી, સુધારી ના શકીએ જ્યાં આચાર - રુએ...
ઝંખતું હૈયું પ્યાર જગનું, પામી ના શકે જો એ પ્યાર - રુએ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)