ગઈ એ તો ગઈ, ના ઊભી એ તો રહી
કદી આનંદ, કદી અફસોસ, દેતી એ તો ગઈ - ગઈ...
કરાવી પ્રતીક્ષા ખૂબ, ક્યારે આવી, ક્યારે ચાલી ગઈ - ગઈ...
કદી થોડી, કદી ઝાઝી, પ્રતીક્ષા કરાવી એ તો ગઈ - ગઈ...
કદી દીધી એંધાણી, કદી ઓચિંતા આવીને ગઈ - ગઈ...
કરો ન કરો એની તૈયારી, હાથમાંથી ત્યાં એ છટકી ગઈ - ગઈ...
કરી કોશિશ પકડવા ઘણી, ના હાથમાં એ તો રહી - ગઈ...
ના પકડાઈ એ તો, સહુને એ તો પકડતી રહી - ગઈ...
છટક્યા જે એના હાથથી, એની પાછળ એ દોડતી રહી - ગઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)