ઢાંકી દે કફન ચિંતાઓ પર તો તારી, દે ઊંડે ને ઊંડે એને દફનાવી
મૂકી દે ભાર શ્રદ્ધાનો, એની ઉપર એવો, ના ઉપર એ શકે રે આવી
કરશે એ કોશિશ સદા ઉપર આવવા, દેજે સદા એને તો દબાવી
જો આવશે પાછી એ ઉપર, દેશે બાજી તારી એ તો બગાડી
પળે-પળે રહેશે ના એ ચૂપ, દેશે કાંટા સદા એ તો ભોંકી
ચાહે ન ચાહે, રહેશે તો એ, તને સદા એ તો સતાવી
ના થાયે એથી કોઈનું ભલું, દે સુખ-દુઃખ એ તો વીસરાવી
જાણીને ને અજાણતાં, કરે સહુ સદા, તો લાચાર બની
સાજાને માંદા બનાવે, શક્તિ એની ઓછી આંકવી નહીં
રહે ભલે સાથે-સાથે, સદા એને તો દૂર રાખવી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)