લાખ યત્નોએ દબાવેલી ચિંતાઓ
મળતા અનુકૂળ વાયરા, પ્રજ્વળી ઊઠશે એની જ્વાળા
છે આખર તો એ (2) રાખ નીચેના અંગારા
મહામુશ્કેલીએ દબાવી દીધેલ કામવાસનાઓ
મળતા અનુકૂળ સંજોગો, પ્રજ્વળી ઊઠશે એની જ્વાળા - છે...
મહામુસીબતે રાખેલ ક્રોધને કાબૂમાં તારા
મળતા અનુકૂળ સંજોગો, પ્રજ્વળી ઊઠશે એની જ્વાળા - છે...
ખૂબ કોશિશે રાખેલ વેરને કાબૂમાં તારા
જાગતા અનુકૂળ સંજોગો, પ્રજ્વળી ઊઠશે એની જ્વાળા - છે...
યત્નોએ-યત્નોએ રાખી, રાખી કાબૂમાં ઈર્ષ્યાને તારા
જાગતા અનુકૂળ સંજોગો, પ્રજ્વળી ઊઠશે એની જ્વાળા - છે...
સુષુપ્ત રહેલી તારી કર્મની જ્વાળા, વાગતાં સમયનાં નગારાં
રહેશે ના એ કાબૂમાં તારા, પ્રજ્વળી ઊઠશે એની જ્વાળા - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)