રાખજે મને સદા વશમાં તારા રે માડી, પરવશ મને રાખતી નહીં
હદ બધી મારી રહે રે તુજમાં, બેહદ મને બહેકવા દેતી નહીં
સમજણ રહે મારી બધી તુજમાં, નાસમજ બનવા દેતી નહીં
ખુશી બધી મારી રહે રે તુજમાં, નાખુશ થાવા દેતી નહીં
બધા ભાવોને દેજે તુજમાં સમાવી, આ નિભાવવું ભૂલતી નહીં
સ્વાર્થ મારો દેજે તુજમાં સમાવી, નિઃસ્વાર્થ વિના બીજું દેતી નહીં
રસ મારો રહે બધો રે તુજમાં, નીરસ મને બનાવી દેતી નહીં
ગુણો બધા મારા દેજે તુજમાં સમાવી, સદ્દગુણ વિના બીજું દેતી નહીં
પારસ મને બનાવે ના બનાવે, આરસ મને બનાવી દેતી નહીં
સાદ મારો સાંભળે કે ના સાંભળે, દુઃખનો વરસાદ વરસાવી દેતી નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)