Hymn No. 2151 | Date: 16-Dec-1989
|
|
Text Size |
 |
 |
એક એક ચીજની જરૂરત છે સંસારમાં, કર્તાએ બનાવ્યું તો છે સમજીને જરૂરિયાત જાગતા ના એ જો મળતાં, કિંમત એની, ત્યારે તો સમજાયે નાખી દીધેલી ચીજની ભી જરૂરિયાત, એની ભી તો પાછી પડે જાગે જરૂરિયાત ના મળે ત્યારે, એવું પણ જીવનમાં રે બને પડે જરૂરિયાત ધૂળ, હીરાની, ને વળી અન્નની ભી તો પડે હીરા ના ભૂખ સંતોષે, અન્ન ના ચમકે, સહુ સહુના સ્થાને તો શોભે દિવસ ભી કર્યા, રાત ભી તો કરી, કર્યું છે કર્તાએ તો સમજીને થોડું સુખ ભી દીધું, દુઃખ ભી દીધું, દીધું છે સહુ સમજીને માનવમાં દાનવ ભી સર્જ્યા, દેવ ભી સર્જ્યા, બધું તો જાણીને રાખી સહુની હસ્તી સાથે, જીવનમાં કર્તાએ તો સમજીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|