આત્મવિશ્વાસ તારો, જોજે અહંમાં ના પલટાય
જાગ્રત સદા તું એમાં રહેજે, જાગ્રત સદા તું એમાં રહેજે
સંયમના દોર તારા રાખજે મજબૂત, જોજે ના એ તૂટી જાયે - જાગ્રત...
રાખતો ના શ્રદ્ધાના દોર તો કાચા, અવિશ્વાસમાં ના બદલાય - જાગ્રત...
પ્રેમને વિશુદ્ધ રાખજે રે સદા, જોજે વાસનામાં ના બદલાય - જાગ્રત...
સમજદારીને તું સાચવી લેજે, અભિમાનમાં ના એ પલટાય - જાગ્રત...
સાથ સદા સમજીને દેજે, જોજે લોભમાં ના એ બદલાય - જાગ્રત...
ભક્તિને સદા વિશુદ્ધ રાખજે, લાલચમાં ના એ બદલાય - જાગ્રત...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)