દિલને દિલની વાત કહેવા દે, દિલને દિલથી સમજવા દે
વેરને પ્રેમથી શાંત કરવા દે, પ્રેમને પ્રેમથી તો બાંઘવા દે
ક્રોધને શાંત ધીરજથી કરવા દે, લોભને ત્યાગથી છોડવા દે
અભિમાનને નમ્રતાથી જીતવા દે, શંકાને સમજદારીથી હટાવા દે
પાપને પુણ્યથી હારવા દે, કર્મને ભક્તિથી જીતવા દે
જ્ઞાનને અનુભવથી કસવા દે, પ્રાર્થનાને ભાવથી ભરવા દે
વાસનાને મનમાં ના ભમવા દે, જીવનને તપથી તો શોભવા દે
મનને નિર્મળતામાં રહેવા દે, વ્યવહારને વાસ્તવિકતાથી દીપવા દે
ઇચ્છાને પ્રભુમાં સમાવા દે, ભાગ્યને એનું કામ કરવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)