એક ટોપી તો, આવશે બંધબેસતી તો અનેકને
બંધબેસતી ટોપી તો, ના માથે ઓઢી લેશો
વિશાળ જગમાં, એકસરખા ચહેરા મુસીબતે મળશે
આ જગમાં એકસરખા બધા વિચારો, ક્વચિત્ મળશે
છે વિવિધતા તો, આ જગરચનાનો તો પાયો
માનવરચનામાં ભી રહ્યો છે, પાયો આ તો સમાયો
ક્યાંય ને ક્યાંય, કોઈક ને કોઈક, ફરક તો દેખાયે
ફરકે સહુ લાગે અલગ, ભુલાતાં ફરક એક તો લાગે
સરખાપણું ક્યાંય ને ક્યાંય, થોડું ભી મળી રે આવે
મળતાપણું, તો અલગતા ભુલાવી, નજદીક લાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)