તારા હૈયા પર હાથ રાખી માડી, આજે કહી દે રે તું (2)
કે તું તો મારો છે
રહ્યો છું તલસી સાંભળવા આ તો હું, સંભળાવજે આજે તું - કે તું...
ઝરશે જ્યાં તુજ વાણીથી આ શબ્દો, બનીશ ધન્ય હું, સંભળાવજે રે તું - કે તું...
હોય ભલે બીજા તારા, બનાવજે તારો મને તું, સંભળાવજે તો આટલું - કે તું...
જઈશ ભૂલી હું તો ભાન મારું, સાંભળીશ જ્યાં, આ તો તું - કે તું...
કંઈકને તેં આ સંભળાવ્યું, આજે મને ભી સંભળાવ એ તો તું - કે તું ...
રહે તું સાથે કે ના સાથે, રહેવા દે તારી યાદ સાથે, કહી દે એટલું - કે તું...
લાગશે મને આ બહુ મીઠું, સંભળાવીશ જ્યાં આ તો તું - કે તું...
દીધું છે તેં તો ઘણુંબધું, નથી જોઈતું બીજું, બસ કહી દે આજે તું - કે તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)