Hymn No. 2171 | Date: 25-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-25
1989-12-25
1989-12-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14660
સાંકડી શેરીમાં ભીડ છે ઝાઝી, એકબીજા ત્યાં અથડાય
સાંકડી શેરીમાં ભીડ છે ઝાઝી, એકબીજા ત્યાં અથડાય બન્યું છે મુશ્કેલ ત્યાં તો ચાલવું નાની મારી બુદ્ધિ, વિચારો ઊભરાય, એકબીજા તો ટકરાય બન્યું છે મુશ્કેલ હવે તો વિચારવું નાના મારા હૈયામાં ભાવો ઊભરાય, એકબીજા તો ટકરાય બન્યું છે મુશ્કેલ એને સંભાળવું નાના મારા ચિત્તમાં ચિંતાઓ ઊભરાય, એક છૂટે બીજી ઊભી થાય બન્યું છે મુશ્કેલ એને રે છોડવું નાની મારી આંખને જોવું છે ઘણું, જોતાં ના થાકી જાય એક જુએ બીજું ભૂલે, પ્રભુને જોવાનું રહી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sankadi sherimam bhida che jaji, ekabija tya athadaya
banyu che mushkel tya to chalavum
nani maari buddhi, vicharo ubharaya, ekabija to takaraya
banyu che mushkel have to vicharavum
nana maara haiyamame chavo bhavo
banyu chao chao chao
chao chao chao subharaya , ek chhute biji ubhi thaay
banyu che mushkel ene re chhodavu
nani maari ankhane jovum che ghanum, jota na thaaki jaay
ek jue biju bhule, prabhune jovanum rahi jaay
|
|