રહ્યા છે પ્રભુ તો પડદામાં, રાખ્યાં કર્મો માનવનાં તો પડદામાં
ચિરાશે રે જ્યાં પડદા કર્મોના, રહેશે ના પ્રભુ તો ત્યાં પડદામાં
વિચારો ભી રહ્યા છે પડદામાં, આવતા નથી ત્યાં જાહેરમાં
ચિરાશે પડદા જો વિચારોના, ઓળખાશે માનવ સાચા રૂપમાં
ભાવો રહ્યા છે હૈયાના તો પડદામાં, થાયે પ્રગટ આંખ કે શબ્દોમાં
રહેશે છુપાઈ જો એ હૈયામાં, ના આવશે એ તો ત્યાં નજરમાં
મન ભી રહ્યું છે પડદામાં, ઘૂમી-ઘૂમી પુરાયે પાછું પડદામાં
ચિરાશે જ્યાં પડદા તો મનના, રહેશે ના પ્રભુ ત્યારે તો પડદામાં
છુપાયું છે અદૃશ્ય તો સદા, અદૃશ્ય એવા રે પડદામાં
બને ના એ તો સહેલું, જીવનમાં ચીરવા આ અદૃશ્ય પડદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)