વહેતી ધારા વહેતી જાશે, ક્યાં ને ક્યાં પહોંચી એ તો જાય
જાશે પકડવા છેડો રે એનો, ના હાથમાં એ તો આવી જાય
વિચારની ધારા ભી છે રે વહેતી, ક્યાં ને ક્યાં એ સરકી જાય
બેસશે ગોતવા શરૂઆત તો એની, ના જલદી એ તો પકડાય
ભાવોની ધારા જાગશે ક્યારે, ક્યાં ને ક્યાં તો એ પહોંચી જાય
ગોતવા જાશો જ્યાં એને, ધારા વહેતી તો ત્યાં અટકી જાય
તેજની ધારા છૂટશે એવી, ક્ષણમાં ક્યાં ને ક્યાં પહોંચી જાય
જાશો પકડવા જ્યાં તો એને, હાથમાં ના એ તો આવી જાય
જ્ઞાનની ધારા રાખજો વહેતી, વહેતાં વહેતાં તો એ શુદ્ધ થાય
કરશો યત્ન અટકાવવા એને, ધારા ત્યાં તો એ તૂટી જાય
ધારા બધી સમાવશો જો પ્રભુમાં, શરૂ ને અંત ત્યાં એનો થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)