કોની પાસે ચિંતા મારી ખાલી કરું રે, કોની પાસે ખાલી કરું
જ્યાં સહુને રે, પોતપોતાની ચિંતામાં પડેલા હું તો જોઉં
કોની પાસે દુઃખ મારું તો રડું રે, કોની પાસે દુઃખ તો રડું
જ્યાં સહુને રે, પોતપોતાના દુઃખમાં દુઃખી હું તો જોઉં
કોને જઈને વિચાર મારા રે કહું, કોને જઈને વિચાર મારા કહું
જ્યાં સહુને રે, પોતપોતાના વિચારોમાં પડેલા હું તો જોઉં
કોને જઈને રે વાત મારી તો કરું, કોને જઈને વાત મારી કરું
જ્યાં સહુને રે, પોતપોતાના કામમાં પડેલા હું તો જોઉં
કોની પાસે રે મારગ હું તો પૂછું, કોની પાસે જઈ મારગ હું પૂછું
ના જાણે રે કોઈ મારગ સાચો, અજાણ તો સહુને રે જોઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)