છે મુક્તિના પહાડનાં ઘણાં રે પગથિયાં, એક-એક કરી જીવનમાં ચડતો જા
ચડજે જીવનમાં પગથિયું અહિંસાનું, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું સત્યનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું સમદૃષ્ટિનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું સંતોષનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું નિર્વેરનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું અસ્તેયનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું ધીરજનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું સંયમનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
ચડજે જીવનમાં પગથિયું સદ્દગુણનું રે, છે એ પગથિયું તો મુક્તિતણું રે
છે પગથિયાં આ જીવન સાફલ્યનાં, પહોંચજે ચડીને તું મુક્તિના દ્વારે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)