Hymn No. 2197 | Date: 03-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-03
1990-01-03
1990-01-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14686
મનમાં માનવના શું ચાલે, જગતથી ભલે એ તો છુપાવે
મનમાં માનવના શું ચાલે, જગતથી ભલે એ તો છુપાવે પણ ભીતરના ભેદ તો, ભગવાન રે જાણે ભાવની ધારા વ્હેશે, કેમ ને ક્યારે ના એ તો સમજાયે - પણ... કર્મની ગૂંથણી કોને ક્યાં ખેંચી જાયે, ના ખુદને સમજાશે - પણ... આશા-નિરાશાના તો તાંતણાં, ક્યારે ક્યાં ખેંચી જાયે, ના સમજાશે - પણ... લખ્યું ભાગ્યમાં એ તો થાયે, ના જલદી એ તો વંચાશે - પણ... કોણ ક્યારે બોલે સારું, સાચની બાંગ ભલે પોકારે, ના સમજાશે - પણ... બુદ્ધિ સહુની ખીલશે ક્યારે ને ક્યારે, કરમાશે ના એ સમજાશે - પણ... આવશે મૃત્યુ કોનું ક્યાં ને ક્યારે, ના જલદી એ તો સમજાશે - પણ ... મળશે મુક્તિ આ જનમમાં કે ક્યારે, ના જલદી એ કહી શકાશે - પણ...
https://www.youtube.com/watch?v=YyFzx1m4nxE
Satguru Shri Devendra Ghia (Kaka)
મનમાં માનવના શું ચાલે, જગતથી ભલે એ તો છુપાવે પણ ભીતરના ભેદ તો, ભગવાન રે જાણે ભાવની ધારા વ્હેશે, કેમ ને ક્યારે ના એ તો સમજાયે - પણ... કર્મની ગૂંથણી કોને ક્યાં ખેંચી જાયે, ના ખુદને સમજાશે - પણ... આશા-નિરાશાના તો તાંતણાં, ક્યારે ક્યાં ખેંચી જાયે, ના સમજાશે - પણ... લખ્યું ભાગ્યમાં એ તો થાયે, ના જલદી એ તો વંચાશે - પણ... કોણ ક્યારે બોલે સારું, સાચની બાંગ ભલે પોકારે, ના સમજાશે - પણ... બુદ્ધિ સહુની ખીલશે ક્યારે ને ક્યારે, કરમાશે ના એ સમજાશે - પણ... આવશે મૃત્યુ કોનું ક્યાં ને ક્યારે, ના જલદી એ તો સમજાશે - પણ ... મળશે મુક્તિ આ જનમમાં કે ક્યારે, ના જલદી એ કહી શકાશે - પણ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann maa manav na shu chale, jagatathi bhale e to chhupave
pan bhitarana bhed to, bhagawan re jaane
bhavani dhara vheshe, kem ne kyare na e to samajaye - pan ...
karmani gunthani kone kya khenchi jaye, na khudane samajashe ...
aash -nirashana to tantanam, kyare kya khenchi jaye, na samajashe - pan ...
lakhyum bhagyamam e to thaye, na jaladi e to vanchashe - pan ...
kona kyare bole sarum, sachani banga bhale pokare, na samajashe - pan ...
buddhi sahuni khilashe kyare ne kyare, karamashe na e samajashe - pan ...
aavashe nrityu konum kya ne kyare, na jaladi e to samajashe - pan ...
malashe mukti a janamamam ke kyare, na jaladi e kahi shakashe - pan ...
|