આવ્યો જ્યાં જગમાં, આવ્યા પ્રાણ તો તારી સાથે
જાશે છોડીને આ જગ તો તું, આવશે પ્રાણ તો સાથે ને સાથે
આવ્યાં કર્મો, આવ્યા જગમાં, આવ્યાં એ તો સાથે ને સાથે
એક-એક તો છૂટ્યાં, નવાં બંધાયાં, આવશે નવાં એ તો સાથે
માતપિતા તો મળ્યાં રે નવાં, મળ્યા નવા સંબંધીઓ જ્યારે
મળશે નવા જનમમાં ભી, નવા સંબંધીઓ ભી તો ત્યારે
કોઈ કોઈની સાથે તો ના આવ્યું, ના જાશે કોઈ તો સાથે
આત્મા રહેશે આત્માની સાથે, પ્રીત આત્મા સાથે જ્યાં જોડાશે
હતા તો પ્રભુ સાથે ને સાથે, ઓળખ્યા ના એને તો ક્યારેય
ઓળખાશે જ્યાં એ તો સાથે, જનમફેરા તો સદાના ટળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)