છે ના જગમાં કોઈ તો તારું, છે ના તો કોઈ પરાયા
છે જગમાં આખર સહુ સંતાન તો ‘મા’ નાં, છે સહુ સંતાન તો ‘મા’ નાં
ટકરાયે લોભે, અહંમે, ઊભરાય તો જ્યાં આ તો હૈયામાં
કદી રહે કોઈ સાથે, કોઈ તો પાસે, તોય છૂટા એ પડવાના
કદી જનમથી હશે રે સાથે, કોઈ તો સંજોગે સાથે મળવાના
કોઈ રિસાશે, કોઈ ઝઘડશે, એકસરખા ના કોઈ રહેવાના
મિત્ર ને શત્રુ રહેશે તો મળતા, મળતા એ તો રહેવાના
મન, બુદ્ધિ, વિચાર તારાં, ના એ પણ તારા કહ્યામાં રહેવાનાં
છે પ્રભુ તો જગમાં રે સહુના, રહેશે સદા એ તો તારા
કાં બનજે જગમાં તું એનો, કાં બનાવજે એને તું તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)