કહ્યા વિના તું સમજી જાજે, ઓ મારી અંતર્યામી
જોજે ના પડે રે જરૂર, તને તો કાંઈ કહેવાની
નથી કાંઈ તુજથી અજાણ્યું, બેસતી ના તું મૌન ધરી
પડે છે જરૂર તો જગમાં સહુની, વિશેષ જરૂર છે તારી
પડે જો કહેવું, રહેશે કેમ તું અંતર્યામી, કાં ખૂટી ધીરજ મારી
છું અજાણ મુજ કર્મોથી, છે તું તો કર્મને જાણનારી
મનડું મારું નથી રે હાથમાં, લેજે એને હાથમાં તું તારી
છોડાવી દેજે આદત તો એની, બધે તો ફરવાની
તને હવે તો શું કહું, છું જ્યાં તું તો અંતર્યામી
રહેજે સદા તું સાથે ને સાથે, ના કરજે વાત મને છોડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)