છૂટે જ્યાં તીર જીવનમાં તો કામનાં રે, લેજે ઝીલી તું એને સંયમની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં જીવનમાં તો લોભનાં રે, લેજે ઝીલી તું એને ત્યાગની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં હૈયા પર તો અહંનાં રે, લેજે ઝીલી તું એને નમ્રતાની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં હૈયે ક્રોધ તણા રે, લેજે ઝીલી તું એને સંયમની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં વેરનાં હૈયે રે, લેજે ઝીલી તું એને પ્રેમની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં હૈયે ઇચ્છાનાં રે, લેજે ઝીલી તું એને સંતોષની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં દુઃખનાં, લેજે ઝીલી તું એને ધીરજની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં કર્મનાં, લેજે ઝીલી તું એને કર્મોની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં મોહનાં, લેજે ઝીલી તું એને જ્ઞાનની ઢાલ ધરીને
છૂટે તીર જ્યાં શંકાનાં, લેજે ઝીલી તું એને શ્રદ્ધાની ઢાલ ધરીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)