ઠેસ વાગશે રે શબ્દની, લાગશે ઠેસ તો ભાવની
જીવનમાં ઠેસ તો લાગતી જાય રે લાગતી જાય
લેજે સંભાળી તારી જાતને તું ત્યારે, જોજે ના એ વાગી જાય
લાગશે ઠેસ અહંને જ્યારે, કાં તો ચૂરેચૂરા થાય, કાં એ વધી જાય
લાગશે ઠેસ જો પ્રેમની રે જ્યારે, ત્યારે અંતર એ બદલી જાય
લાગે ઠેસ દયાની તો જ્યારે, હૈયું ત્યાં તો દ્રવી જાય
લાગે ઠેસ યાદની રે જ્યારે, યાદ ત્યાં તો આવી જાય
લાગે ઠેસ હારની રે જ્યારે, કદી-કદી ના એ તો જીરવાય
લાગશે ઠેસ પાપની રે જ્યારે, ઊંડી ખીણમાં ધકેલી એ તો જાય
લાગે ઠેસ જ્યારે પ્રભુદર્શનની રે જ્યારે, જીવન ધન્ય-ધન્ય બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)