1990-01-06
1990-01-06
1990-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14698
અરે ઓ મુક્તિમાર્ગના રે પ્રવાસી, જોઈ લે એટલું ક્યાં ઊભો છે રે તું

બંધાયેલો છે ક્યાં બંધનોથી, ને ક્યાંથી મુક્ત છે રે તું
સહજતાની સાથમાં ને વાત-વાતમાં, સાધી શકે છે સંપર્ક આત્માનો રે તું
ક્ષણભર ભી પામ્યો છે આનંદ મુક્તિનો, જીવનમાં એક વાર પણ તું
શું કોઈ વાત સાંભળી એની, લલચાયો નથી એમાં રે તું
જાગી ગઈ છે શું ઝંખના રે સાચી, કરજે વિચાર એનો રે તું
શું ખુલ્લા દિલથી દઈ રહ્યું છે રે સાથ એમાં, મન, બુદ્ધિ ને તારું હૈયું
સમજી લેજે બધાં બંધનો રે તારાં, અટકાવે છે કોણ એમાંનું કેટલું
મુક્ત થયા વિના રે એમાંથી, સંભવશે મુક્તિ તારી રે શું
થાવું હોય જો મુક્ત રે તારે, રાખ બંધનોને કાબૂમાં તારા રે તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō muktimārganā rē pravāsī, jōī lē ēṭaluṁ kyāṁ ūbhō chē rē tuṁ
baṁdhāyēlō chē kyāṁ baṁdhanōthī, nē kyāṁthī mukta chē rē tuṁ
sahajatānī sāthamāṁ nē vāta-vātamāṁ, sādhī śakē chē saṁparka ātmānō rē tuṁ
kṣaṇabhara bhī pāmyō chē ānaṁda muktinō, jīvanamāṁ ēka vāra paṇa tuṁ
śuṁ kōī vāta sāṁbhalī ēnī, lalacāyō nathī ēmāṁ rē tuṁ
jāgī gaī chē śuṁ jhaṁkhanā rē sācī, karajē vicāra ēnō rē tuṁ
śuṁ khullā dilathī daī rahyuṁ chē rē sātha ēmāṁ, mana, buddhi nē tāruṁ haiyuṁ
samajī lējē badhāṁ baṁdhanō rē tārāṁ, aṭakāvē chē kōṇa ēmāṁnuṁ kēṭaluṁ
mukta thayā vinā rē ēmāṁthī, saṁbhavaśē mukti tārī rē śuṁ
thāvuṁ hōya jō mukta rē tārē, rākha baṁdhanōnē kābūmāṁ tārā rē tuṁ
|
|