અરે ઓ જગકર્તા રે, તારી સૃષ્ટિમાં, કોઈ વાતની તો કમી નથી
સાચી લગનથી ગોતતાં રે, મળી જાય રે, બધું રે જગમાં - કોઈ...
જાગી જાય જે-જે વિચારોમાં રે, રચ્યું છે બધું તો તેં સૃષ્ટિમાં - કોઈ...
રચ્યો તેં માનવી, ભરીને ભાવના, જગાવી ખૂબ ઇચ્છાઓમાં - કોઈ...
ગોતતા દુશ્મન ભી તો મળ્યા, ના પડવા દીધી દોસ્તીની કમી - કોઈ...
ગોતતા દિલવાળા રે મળ્યા, પથ્થર દિલની ભી તો કમી નથી - કોઈ...
પૈસામાં રચ્યાપચ્યા રહેનારા મળ્યા, ગરીબીમાં ભી હસનારા ઇન્સાનની કમી નથી - કોઈ...
મળ્યા સૌંદર્યને તો પૂજનારા, સૌંદર્યને રહેંસનારાની કમી નથી - કોઈ...
મળ્યા જગમાં સુખમાં પોઢનારા, દુઃખમાં કણસનારાની કમી નથી - કોઈ...
મળ્યા તો સહુ કોઈ જગમાં, ઓછા મળ્યા, હરહાલતમાં આભાર માનનારા - કોઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)