Hymn No. 2211 | Date: 06-Jan-1990
|
|
Text Size |
 |
 |
દીધું છે દિલ, દિલથી તને રે માડી, એને તું સંભાળે કે ના સંભાળે નથી સંભાળી શકતો હું તો એને, લેજે સંભાળી તું તો હવે એને કદી કદી જાય છે એવું રે દોડી, કરીને યાદ તો હવે રે તને - નથી... વસતું નથી હવે દિલમાં કાંઈ બીજું, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી... જગની માયા રે તોડી, ઇચ્છાઓ છોડી, લાગી છે માયા તારી તો એને - નથી... પડતું નથી ચેન એને, ઝંખે છે એ તો તને, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી... પડયું છે જુદું જ્યાં તુજથી, રહી શકતું નથી વિના રે તુજથી, લેજે સંભાળી હવે રે એને - નથી... માયાએ કીધી ખેંચવા કોશિશો ઘણી, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી... રહેવું છે પાસે તારી, જાણી લેજે આ માડી, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી... પ્રેમ છે તારા કાજે, દેજે પ્રેમ એના કાજે, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|