યમ તો ખેંચે રે જ્યાં દોરી, સહુ ત્યાં તો ખેંચાઈ જાય છે
પાશ છે એના એવા રે મજબૂત, એમાંથી ના કોઈ બચી જાય છે
છે એ સમયનો તો સાચો, સમયનો એ તો પહેરેદાર છે
છે આંખ બંધ તો એની, છે કર્તવ્યની પાસે દોરી, કર્તવ્ય બજાવે જાય છે
કરશે ના એ જીભાજોડી, કર્તવ્ય તો પૂર્ણ બજાવનાર છે
પીગળશે ના પ્રેમથી, ભીંજાશે ના ભાવથી, અલિપ્ત તો રહેનાર છે
છે એક દિશા એની, કર્તવ્ય પાલનની, ના બીજું કાંઈ એ જોનાર છે
ના રોકશે પ્રકાશ એને, રોકશે ના અંધકાર એને, સમયે એ પહોંચનાર છે
નથી થાક્યો એ તો, છે હજી એવો ને એવો, ના એ બદલનાર છે
નથી માગી મુક્તિ એણે, કર્તવ્યનો સાચો એ બજાવનાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)