Hymn No. 2221 | Date: 12-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-12
1990-01-12
1990-01-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14710
તાકાત નથી જ્યાં મેલ ધોવાની, મન મેલું શાને તું કરે છે
તાકાત નથી જ્યાં મેલ ધોવાની, મન મેલું શાને તું કરે છે કરી નથી શકતો પુણ્ય જ્યારે તું, પાપનું આચરણ શાને કરે છે દઈ નથી શકતો અન્યને જ્યાં તું, લે લે શાને તું કરે છે નથી સાંભળી શકતો વાત અન્યની તું, વાત તારી શાને તું કર્યાં કરે છે છૂટી નથી કૂટેવો જ્યાં તારી, ટીકા અન્યની તું શાને કરે છે સદ્ભાવ જગાવી નથી શક્યો જ્યાં તું, કુભાવો શાને જગાવે છે દિલથી હસી નથી શકતો જ્યાં તું, અન્યને તું શાને રડાવે છે દઈ નથી શકતો સાથ જ્યાં અન્યને, અન્યનો સાથ કાં ઝંખે છે પ્રેમ નથી દઈ શકતો અન્યને તું, વેર શાને તું બાંધે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tākāta nathī jyāṁ mēla dhōvānī, mana mēluṁ śānē tuṁ karē chē
karī nathī śakatō puṇya jyārē tuṁ, pāpanuṁ ācaraṇa śānē karē chē
daī nathī śakatō anyanē jyāṁ tuṁ, lē lē śānē tuṁ karē chē
nathī sāṁbhalī śakatō vāta anyanī tuṁ, vāta tārī śānē tuṁ karyāṁ karē chē
chūṭī nathī kūṭēvō jyāṁ tārī, ṭīkā anyanī tuṁ śānē karē chē
sadbhāva jagāvī nathī śakyō jyāṁ tuṁ, kubhāvō śānē jagāvē chē
dilathī hasī nathī śakatō jyāṁ tuṁ, anyanē tuṁ śānē raḍāvē chē
daī nathī śakatō sātha jyāṁ anyanē, anyanō sātha kāṁ jhaṁkhē chē
prēma nathī daī śakatō anyanē tuṁ, vēra śānē tuṁ bāṁdhē chē
|
|