Hymn No. 2222 | Date: 13-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-13
1990-01-13
1990-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14711
જાગી જાય છે, અનુભવાય છે, જગમાં જ્યારે આપણું કોઈ નથી
જાગી જાય છે, અનુભવાય છે, જગમાં જ્યારે આપણું કોઈ નથી ભૂલી જવાય છે ત્યારે, દૃષ્ટિ કર્તાની આપણા પરથી હટી નથી જાગી જાય છે અભિમાન જ્યાં હૈયે, કર્તાની શક્તિ ભૂલી જવાય છે અહં જ્યાં ટકરાય છે, લાલસા જાગી જાય છે, પ્રભુ ત્યાં વીસરાય છે પાપ ફૂટી જાય છે, પુણ્ય અટકી જાય છે, ખાડો પતનનો ખોદાઈ જાય છે શંકા જાગી જાય છે, મન લોભાય છે, ભૂલોની પરંપરા શરૂ થઈ જાય છે કપટ જાગી જાય છે, અમલ જ્યાં થાય છે, સંબંધ ત્યાં તૂટી જાય છે શ્રદ્ધા જાગી જાય છે, જ્યાં એ ટકી જાય છે, ચમત્કાર ત્યાં સર્જાય છે ચિંતા થાય છે, નીંદ ઊડી જાય છે, પ્રભુ ત્યાં વીસરાઈ જાય છે ભક્તિ જાગી જાય છે, ભાવ ઊભરાય છે, દર્શન પ્રભુનાં ત્યાં થાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Jagi Jaya Chhe, anubhavaya Chhe, jag maa jyare apanum koi nathi
bhuli javaya Chhe tyare, drishti kartani apana parathi hati nathi
Jagi Jaya Chhe Abhimana jya Haiye, kartani shakti bhuli javaya Chhe
aham jya Takaraya Chhe, lalasa Jagi Jaya Chhe, Prabhu Tyam visaraya Chhe
paap phuti jaay chhe, punya ataki jaay chhe, khado patanano khodai jaay che
shanka jaagi jaay chhe, mann lobhaya chhe, bhuloni parampara sharu thai jaay che
kapata jaagi jaay chhe, amal jya thaay chhey, sambandha tya
shriha jaay chhe, sambandha tya shriha jaay che e taki jaay chhe, chamatkara tya sarjaya che
chinta thaay chhe, ninda udi jaay chhe, prabhu tya visaraai jaay che
bhakti jaagi jaay chhe, bhaav ubharaya chhe, darshan prabhunam tya thaay che
|