છીએ અમે રે પ્રભુ, અખંડ જુગારી રે
રહ્યા છીએ ફેંકતા જનમોજનમથી, પાસા રે જીવનના રે
છે અજ્ઞાત આશા તો હૈયે, પડશે પાસા એક દિન પોબાર રે
નથી થાક્યા ફેંકતા પાસા, નથી સુધર્યા અમારા દાવ રે
મંડાણી છે ચોપાટ જીવનની, દાવ તો ફેંકાતા રહ્યા છે
કદી જાય એક સોગઠી, કદી બીજી, દાવ તો ચાલુ છે
લાગે બાજી જીતની જ્યાં, પાસા હારમાં બદલાઈ જાય છે
છીએ દાવમાં વ્યસ્ત એટલા, દોર તારા દેખાતા નથી રે
હાર્યા નથી હિંમત, રહ્યા છીએ નાખતા પાસા ને પાસા રે
જીત મેળવીને જ ઝંખીશું, નિર્ધાર અમારો આ પાકો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)