Hymn No. 2231 | Date: 18-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-18
1990-01-18
1990-01-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14720
હૈયું કહે મનડાંને, કરી લે તું પ્રભુથી રે પ્રીત, કરી લે પ્રભુથી રે પ્રીત
હૈયું કહે મનડાંને, કરી લે તું પ્રભુથી રે પ્રીત, કરી લે પ્રભુથી રે પ્રીત મનડું કહે હૈયાને, નથી કાંઈ એ તો મારી રીત, નથી કાંઈ એ તો મારી રીત બોલાવ્યો હૈયાએ ભાવને રે, કહે મનડાને, છીએ હવે અમે તો બે બોલાવી બુદ્ધિને મનડાએ ત્યારે, કહે હવે તું ભી તો જોઈ લે દોડી આવી શ્રદ્ધા ત્યાં તો, કહે મનડાને, જીદ હવે તું છોડી દે શંકા મનની વ્હારે ત્યાં તો ચડી, કહે જોઈએ, જીત કોની થાય છે ધીરજ ત્યાં આવી રે દોડી, કહે હૈયાને, સાથ તને તો મારો છે આળસ ત્યાં આવી ભાગી, કહે હવે, જોડી અમારી ભી જામી છે મંડાયા છે મોરચા ત્યાં સામસામે, ખેંચાખેંચી તો ખૂબ ચાલે છે ઘડી એક બાજુ, ઘડી બીજી બાજુ, બાજી જીતની પલટાતી રહે છે પ્રભુ જોઈને તાલ આ તો, વ્હારે ચડવા ત્યાં ધસી આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyu kahe manadanne, kari le tu prabhu thi re prita, kari le prabhu thi re preet
manadu kahe haiyane, nathi kai e to maari rita, nathi kai e to maari reet
bolavyo haiyae bhavane re, kahe manadane, manhadae have ame
buddyare to be , kahe have tu bhi to joi le
dodi aavi shraddha tya to, kahe manadane, jida have tu chhodi de
shanka manani vhare tya to chadi, kahe joie, jita koni thaay che
dhiraja tya aavi re dodi, kahe haiyane, saath taane to
aalas tya aavi bhagi, kahe have, jodi amari bhi jami che
mandaya che moracha tya samasame, khenchakhenchi to khub chale che
ghadi ek baju, ghadi biji baju, baji jitani palatati rahe che
prabhu join taal a to, vhare chadava tya dhasi aave che
|