Hymn No. 2235 | Date: 20-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-20
1990-01-20
1990-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14724
વારે વારે તું તો ફરતો રહે, દોષ એનો `મા'ને શિરે તું શાને ધરે
વારે વારે તું તો ફરતો રહે, દોષ એનો `મા'ને શિરે તું શાને ધરે `હું'પદ હૈયેથી તો ના ત્યજે, કર્તા કર્મનો તું `મા'ને શાને ગણે વિચારોમાં ના તું સ્થિર રહે, દોષ એમાં `મા'નો તું શાને ગણે ભાવમાં જો તું ભાંગી પડે, કારણ એનું તું `મા'ને શાને ગણે પ્યારમાં જો તું પાછો પડે, માતા એમાં તો શું રે કરે ઇચ્છાઓનો સમૂહ હૈયે ભરે, એમાં રે માતા તો શું કરે વેરઝેર હૈયેથી ના ત્યજે, એના ફળમાં `મા'ને આગળ શાને કરે ધરમધ્યાનમાં તું નબળો રહે, દોષ એમાં `મા'નો શાને કાઢે મુક્તિની ઝંખના હૈયે ધરે, માયા તું ના ત્યાગે, માતા એમાં શું કરે મન, ચિત્તને ફરતું રાખે, દોષિત એમાં `મા'ને તું શાને ગણે શ્રદ્ધામાં તું ઊણો રહે, દર્શન એમાં તો `મા'ના ના મળે કર્યું કારાયું ધૂળમાં મળે, દોષ તો એમાં `મા'નો તું શાને કાઢે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vare vare tu to pharato rahe, dosh eno `ma'ne shire tu shaane dhare`
hum'pada haiyethi to na tyaje, karta karmano tu `ma'ne shaane gane
vicharomam na tu sthir rahe, dosh emam` ma'no tu shaane gane
bhaav maa jo tu bhangi pade, karana enu tu `ma'ne shaane gane
pyaramam jo tu pachho pade, maat ema to shu re kare
ichchhaono samuha haiye bhare, ema re maat to shu kare
verajera haiyethi na tyaje, ena phalamala` ma'ne agamam shaane kare
dharamadhyanamam tu nabalo rahe, dosh ema `ma'no shaane kadhe
muktini jankhana haiye dhare, maya tu na tyage, maat ema shu kare
mana, chittane phartu rakhe, doshita emam` ma'ne tu shaane gane
shraddhamam tu uno ra ema to `ma'na na male
karyum karayum dhulamam male, dosh to ema `ma'no tu shaane kadhe
|