Hymn No. 2236 | Date: 20-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-20
1990-01-20
1990-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14725
જેવી છે માડી તું તેવી છે, લીધી છે મેં તને તો સ્વીકારી
જેવી છે માડી તું તેવી છે, લીધી છે મેં તને તો સ્વીકારી નથી જાણવું તું કેવી છે, જેવી છે તું તો સદા મારી છે લાગતી નથી તું દૂર મને, શ્વાસે શ્વાસે યાદ તો ભરી છે યાદે યાદે, તું તો સદા માડી, પાસે સદા મને લાગી છે મારી હસ્તી પહેલાં તું હતી, મૂળ તારું તો તુજમાં રહ્યું છે છે મૂળ તો મારું તુજમાં રે માડી, તારા મૂળની મારે શી જરૂર છે જગમાં ભલે હું સમાયો, જગ તો તુજમાં સમાયું છે પ્રેમ ને વિશ્વાસ રાખ્યો છે તુજમાં, ધાર એની અનોખી છે દર્શન ભલે તું દે ના દે રે માડી, તુજમાં મારે સમાવું છે જન્મો વીત્યા કે જનમો વીતશે, આ તો મારે કરવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jevi che maadi tu tevi chhe, lidhi che me taane to swikari
nathi janavum tu kevi chhe, jevi che tu to saad maari che
lagati nathi tu dur mane, shvase shvase yaad to bhari che
yade yade, tu to saad maadi, paase saad mane laagi che
maari hasti pahelam tu hati, mula taaru to tujh maa rahyu che
che mula to maaru tujh maa re maadi, taara mulani maare shi jarur che
jag maa bhale hu samayo, jaag to tujh maa samayum che
prem shamana, dhhal chhale rakhyo
chara en tu de na de re maadi, tujh maa maare samavum che
janmo vitya ke janamo vitashe, a to maare karavanum che
|
|