Hymn No. 2240 | Date: 22-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-22
1990-01-22
1990-01-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14729
દેવું કોને કેટલું ને ક્યારે, અરે એ તો પ્રભુના હાથમાં છે
દેવું કોને કેટલું ને ક્યારે, અરે એ તો પ્રભુના હાથમાં છે કરવું કર્મ તો સદાયે રે, એ તો સદા તારા જ હાથમાં છે ઘડાયું છે ભાગ્ય તારું તારાં કર્મોથી રે, કર્મો તો તારા જ હાથમાં છે અપાવે ને છોડાવે સાથ કોના ને ક્યારે રે, એ તો પ્રભુના હાથમાં છે જગાવે ને ટકાવે ભાવ જેવા ને જ્યારે રે, એ તો પ્રભુના હાથમાં છે કરાવે સહુની પાસે શું અને શા માટે રે, એ તો પ્રભુ જ જાણે છે કરાવે સહુ પાસે કર્મો કેમ ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે મંગાવે છે પ્રભુ સહુ પાસે કેમ ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે જાગે ને જગાવે ભક્તિ કેવી ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે દેશે દર્શન એ તો કેવા ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
devu kone ketalum ne kyare, are e to prabhu na haath maa che
karvu karma to sadaaye re, e to saad taara j haath maa che
ghadayum che bhagya taaru taara karmothi re, karmo to taara j haath maa che
apave ne chhodave saath kona ne kyare re, e to kyare re prabhu na haath maa che
jagave ne takave bhaav jeva ne jyare re, e to prabhu na haath maa che
karave sahuni paase shu ane sha maate re, e to prabhu j jaane che
karave sahu paase karmo kem ne kyare re, e to prabhu j jaane che
mangave che prabhu sahu paase kem ne kyare re, e to prabhu j jaane che jaage
ne jagave bhakti kevi ne kyare re, e to prabhu j jaane che
deshe darshan e to keva ne kyare re, e to prabhu j jaane che
|
|