ગયા ને જાશે સહુ, છે કહાની જગમાં આ તો સહુની રે
ના રહ્યા કે કાયમ રહેવાના, હકીકત આ ના બદલાવાની છે
યાદો તો જગમાં એની, યાદો તો સહુની રહી જવાની છે
આવ્યા ક્યારે, ગયા ક્યારે, યાદ અન્ય પાસે એની રહી જવાની છે
કરતા રહેશે સહુ તો કર્મો, સુખદુઃખની લંગાર ઊભી થવાની છે
ગણશો કે ગણાય એ પોતાના, અધવચ્ચે સહુ રહી જવાના છે
ઊછળી-ઊછળીને મોજાં, પાછાં સમુદ્રમાં તો સમાવાના છે
મારા-તારામાં સહુ તો રાચ્યા, હકીકત તો આ સહુની છે
મોટા કે નાના, સહુની વૃત્તિની, જગમાં આ તો કહાની છે
પડ્યા છૂટા પ્રભુમાંથી, મળશું પ્રભુમાં, તે વિના ના એ અટકવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)