વસાવી છે હૈયે, તને મારા તો માડી
ના ત્યાંથી તું જઈ શકીશ, જઈ શકીશ, જઈ શકીશ
ભર્યા છે ભાવ હૈયામાં મારા તો તારા
ના રોકી શકીશ, તું રોકી શકીશ, રોકી શકીશ
રહી છે વહેતી હૈયે તારા, પ્રેમની તો ધારા
ના તું રોકી શકીશ, તું રોકી શકીશ, રોકી શકીશ
કરું પોકાર હૈયેથી તને રે માડી, બંધ કાન તારા
ના તું કરી શકીશ, તું કરી શકીશ, કરી શકીશ
આવીશ પાસે જ્યાં હું તો તારી
ના તું છુપાઈ શકીશ, ના છુપાઈ શકીશ, ના છુપાઈ શકીશ
પ્રેમે બાંધીશ એવી તને રે માડી
ના તું મુક્ત થઈ શકીશ, ના થઈ શકીશ, ના થઈ શકીશ
ધડકી રહ્યું છે હૈયું મારું, ધડકને તો તારી
ના અટકાવી શકીશ, ના અટકાવી શકીશ, ના અટકાવી શકીશ
દૃષ્ટિમાં વસાવી દઈશ એવી રે માડી
ના તું ભાગી શકીશ, ના ભાગી શકીશ, ના ભાગી શકીશ
સમાઈ જઈશ તુજમાં, એવો રે માડી
ના તું દૂર કરી શકીશ, ના દૂર કરી શકીશ, ના દૂર કરી શકીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)