Hymn No. 2265 | Date: 08-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-08
1990-02-08
1990-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14754
છે જગમાં તો સહુ, વૃત્તિના ખિલોના, છે ઘર ઘર તો માટીના ચૂલા
છે જગમાં તો સહુ, વૃત્તિના ખિલોના, છે ઘર ઘર તો માટીના ચૂલા કોઈ અણઘડ, કોઈ ભણેલા, કોઈ ને કોઈ ઓપ તો છે ચડેલા લાગે તો સહુને, રમે ખિલોનાથી, ખિલોના તો ખુદને રમાડી ગયા શું નાના કે મોટા, શું નર કે નારી, રહ્યા એમાં તો સહુ રમતાં જનમથી તો રહ્યા એનાથી રમતાં, અંત સુધી ના એમાંથી છૂટયા ખિલોના, ખિલોનાએ નામ દીધાં જુદાં, છે ઘર ઘર તો માટીના ચૂલા ખિલોનાથી રહ્યા સહુ રમતાં, કોણ કોને રમાડે, ના એ સમજ્યા તન્મય એમાં એવા થાતાં, ક્યાં ને ક્યાં રહ્યા એમાં ઘસડાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jag maa to sahu, vrittina khilona, chhe ghar ghara to maatina chula
koi anaghada, koi bhanela, koi ne koi opa to che chadela
laage to sahune, rame khilonathi, khilona to khudane ramadi gaya
shu nana keya mota, shu nar ke nari, rahah ema to sahu ramatam
janam thi to rahya enathi ramatam, anta sudhi na ema thi chhutaay
khilona, khilonae naam didha judam, che ghar ghara to maatina chula
khilonathi rahya sahu ramatam, kona kone kone ramade, na e
emajya eva tanmaya, na e samjya eva tanmay ghasadatam
|